Friday, February 5, 2010

સગાં સગાં સૌ શું કરો છો

સગાં સગાં સૌ શું કરો છો

સગાં તો સ્મશાનેથી પાછાં વળી જાય છે, સાચા સગાં છે જંગલના લાકડા જે સાથે બળી જાય છે.
છૂટે ના શ્ર્વાસ છેલ્લા ત્યાં સુધી સૌ આશા રાખે છે, દગા અને દુઆમાં લોકો ખૂબ વિશ્ર્વાસ રાખે છે.ઉઘાડી આંખથી નિસ્બત છે દુનિયાને દોસ્તો, બાકી જરૂરતથી વધારે ઘરમાં કોણ લાશ રાખે છે.મરનારની ચિતા પર એનો ચાહનાર કોઇ ચડતો નથી, કહે છે હું મરીશ પણ પાછળથી કોઇ મરતું નથી.જુએ છે દેહને આગમાં બળતો પણ આગમાં કોઇ પડતું નથી, અરે, આગમાં તો શું પડે એની રાખને પણ કોઇ અડતું નથી.પંખી સમજે છે કે ચમન બદલાયું છે, સિતારા સમજે છે કે ગગન બદલાયું છે, પણ સ્મશાનની ખામોશી ચીસો પાડે છે કેછે લાશ એની એ જ, ફકત કફન બદલાયું છે.

જીવનના સાત પગલા
જીવનના સાત પગલા1) જન્મ———-એક અણમોલ સોગાદ છે, જે ભગવાનની ભેટ છે.(2) બચપન——મમતાનો દરિયો છે, પ્રેમથી ભરિયો છે, જે ડૂબી શક્યો તે તરિયો છે.(3) તરુણાવસ્થા—-કંઇ વિચારો, કંઇ આશાઓ નો પહાડ છે,મેળવવાની અનહદ આશ છે, લૂટવાની તમન્ના છે.(4)યુવાવસ્થા——બંધ આંખોનું સાહસ છે, જોશછે…ઝનૂન છે, ફના થવાની ઉમ્મીદો છે,કૂરબાની ની આશાઓ છે, લૂટાઇ જવાની ખ્વાહિશ છે.(5) પ્રૌઢાવસ્થા—–ખૂદને માટે કંઇ ન કરી શકતાં મેળવીને આપવાની પણ ખૂશી છે, કુટુંબ માટે કુરબાન થવાની જીજીવિશા છે.(6) ઘડપણ——–વિતેલા જીવનનો સરવાળો છે,મારા આપણાનો વહેવાર છે, જેવું વાવ્યું હતું તેવું લણવાનો સમય છે.(7) મરણ———–જીન્દગીની કિતાબ ખૂલશે, નાડીએ-નાડીએ કર્મ તૂટશે, પાપ-પૂણ્યનો મર્મ ખૂલશે, કર્મ-ધર્મનો હિશાબ થશે,સ્વર્ગ-નર્કનો માર્ગ થશે, પોતાનાનો પ્યાર છૂટશે. સાત પગલા પૂરા થશે….. વિચારધારા
૧. જીંદગીને કોઈ પણ જાતની શરત વગર પ્રેમ કરો.૨. તમે નહીં ખર્ચેલા ડોલરના તમે ચોકીદાર છો માલિક નહીં.૩. દુનિયામા દરેક માણસ એમ સમજે છે પોતે ચાલાક છે. કુદરતની ચાલાકીની ખબર છે?૪. જો તમને પહેરવા કપડા, રહેવા ઘર, બે વખત ખાવા અન્ન મળતું હોય તો ખરા દિલથી ઉપરવાળાનો આભાર માનજો.૫. એ વાત મહત્વની નથી કે તમે પૈસાદાર છો કે ગરીબ. દરેક માણસનો અંત તો એક સરખો જ છે. ‘મૃત્યુ.’મહત્વની વાત એ છે કે કોણ કેટલું સાથે લઈ જઈ શક્યો.

No comments:

Post a Comment